સુરેન્દ્રનગર ડીવિઝનના પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલો રૂપીયા 4.19 કરોડનો પરપ્રાંતિય દારૂ કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ તેમજ ASP વૈદેહીબેનની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાંચ અલગ અલગ પોલીસ મથક હેઠળ જુદા જુદા સમયગાળામાં ઝડપાયેલો પરપ્રાંતિય દારૂ વાઘેલા ગામ નજીક લઈ જઈને રોલર ફેરવી સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવ્યો હતો.