જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ કન્યા વિદ્યાલયની આજરોજ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. દરમિયાન તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.