અજરખપુર ખાતે વિન્ટર ફેસ્ટિવલના બીજા દિવસે એલ. એલ. ડી. સી. ના પ્રાંગણમાં મધ્યપ્રદેશ અને નાગાલેન્ડના લોકકલાકારો સહિત કચ્છી કલાકારોએ કલાના કામણ પાથરીને વાતાવરણ ઉત્સવમય બનાવ્યું હતું. આજના બીજા દિવસે શરૂઆતમાં કચ્છની પરંપરાગત હસ્તકળા ‘ખરકી’ પર રિસર્ચ આધારિત શોર્ટ ફિલ્મ ‘લોસ્ટ હાર્મનિ’નું લોન્ચિંગ અને સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખરકી કલાના કારીગરો અને માલધારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમીબ