લખપતના ધોરીમાર્ગ પર નખત્રાણા તાલુકાના ટોડીયા ફાટક નજીક પવનચક્કીનું પાંખડું લઈ જતું ટ્રેઈલર રાત્રીના ભાગે પલટી ગયું છે જેને લઈને નાના પુલીયાની પાળી ધરાસાઈ થઈ છે છેલ્લા પાંચ દિવસથી વધુ સમય થયો છતાં પાંખડું પડી રહ્યું છે જેથી સામેથી આવતા વાહનચાલકને નીકળવું જોખમી બને છે. વધુમાં રાત્રીના વાહનચાલકને સામેથી અચાનક નજર ન આવતા અકસ્માતનું જોખમ રહે છે, જેથી તંત્ર દ્વારા આ મહાકાય પાંખડાને ખસેડવામા આવે તેવી માંગ કરાઈ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી