જામનગર: સૌરાષ્ટ્રના સૌથી લાંબા સાત રસ્તા સર્કલથી વિક્ટોરિયા પુલ સુધીના ફ્લાય ઓવરબ્રિજને રોશનીનો શણગાર કરાયો
આગામી 20 નવેમ્બર ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સૌરાષ્ટ્રના સૌથી લાંબા જામનગરના ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. જેના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સાત રસ્તા સર્કલ થી વિક્ટોરિયા પુલ સુધીના ફ્લાય ઓવરબ્રિજને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.