શહેરા: શહેરા તાલુકાના લાભી ગામના રહેણાંક ઘરમાં ઝેરી ગણાતા બે રસલ વાઈપર સાપ આવી ચઢતા વનવિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું
શહેરા તાલુકાના લાભી ગામના ટેકરા ફળીયામાં આવેલા ચંદુભાઈ ભીખાભાઈ બારીયાના રહેણાંક ઘરમાં બે રસલ વાઇપર સાપ આવી ચઢ્યા હતા,જેને લઈને ઘરના સભ્યો અને આસપાસના સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.આ બાબતે શહેરા વનવિભાગને જાણ કરાતા વનકર્મીઓએ સ્થળ પર પહોંચી ઘરમાં આવી ચઢેલા રસલ વાઈપર સાપનું રેસ્ક્યુ કર્યું હતું.