સુરત સહિત જિલ્લામાં પડેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મહામૂલી ડાંગર પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન અંગે સરકાર તરફથી આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.સર્વેની કામગીરી ઝડપભેર પૂર્ણ થતાની સાથે અસરગ્રસ્ત ખેડૂતોને આ આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. જોકે તે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેવા ખેડૂતો સરકાર તરફથી આર્થિક સહાય પેકેજ ઝડપભેર પહોંચાડવામાં આવે તેની વાટ જોઈ બેઠા છે.