સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 26 નવીન ગ્રામ| પંચાયત ભવનોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી આ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ કાર્યક્રમ ઓલપાડના અસનાડ ગામ ખાતે યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે માળખાગત સુવિધાઓ| સુદ્રઢ કરવાના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે.