વીર બાલ દિવસની ઉજવણી ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા તથા નાટક જેવી પ્રવૃતિઓનું આયોજન કરાયું હતું. ભારતમાં વર્ષ ૨૦૨૨ થી દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે.