સીંગવડ: પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા સીંગવડ તાલાકાના બરોડા મંડેર હાંડી રોડ પર આસ્ફાલ્ટ પેચવર્ક અને ગેરુ ચૂનાની કરાઇ
Singvad, Dahod | Sep 26, 2025 આજે તારીખ 26/09/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓ પર વરસાદ રોકાતા રીપેરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ત્યારે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા સીંગવડ તાલાકાના બરોડા મંડેર હાંડી રોડ પર આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી કરવામાં આવી સાથે લીમખેડા તાલુકાના મંગલ મહુડી ખિરખાઈ નિનામાના ખાખરિયા અગારા રોડ પર ગેરુ ચૂનાની કામગીરી કરવામાં આવી હતી.