હિંમતનગર: દિવાળીના તહેવારને અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લા પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યુ
દિવાળી નિમિત્તે સાબરકાંઠા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું.