તારાપુર: ઈસરવાડા ગામે કેનાલમાં પડી જવાથી 37 વર્ષીય મહિલાનું મોત
Tarapur, Anand | Sep 19, 2025 તારાપુરના ઈસરવાડા ગામે એપિલેપસી (ખેંચ) દર્દથી પીડાગ્રસ્ત 37 વર્ષીય સંતોકબેન ઉર્ફે સુશીલા પંકજસિંહ વાઘેલા મોરજ રૉડ પર આવેલ મહી કેનાલ પર કપડાં ધોવા ગયા હતા.અને પરંતુ તેઓ ઘરે પરત ન ફરતા ઘરના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી.પરિવારના સભ્યો કેનાલ પર પહોંચ્યા હતા જ્યાં કપડાં, તગારું, પડેલ અને તે જોઈને તેઓ ચોકી ગયા.જેથી વધુ તપાસ માટે બાપા સીતારામની મઢુલી પાસે આવેલ કેનાલનો ગેટ ખોલીને તપાસ કરતા મહીલાનો મૃતદેહ મળી આવ્યો હતો.