ભરૂચ: જિલ્લા પંચાયતમાં આશા કર્મચારી સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં 12 કલાકના અરસામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને કાર્ય કરે છે.જેઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ નહીં સંતોષતા મહિલા કર્મચારીઓએ રજુઆત કરી હતી આ સાથે જ લધુતમ વેતન ફિકસ પગાર કરી આશા બહેનો અને આશા ફેસેલીટરનો વર્ગ-૪ માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે.