હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની અત્યંત જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ બોડેલી ખાતે એક અજીબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકચર્ચા મુજબ, બોડેલીના ખાતરના વેપારીઓ પાસે સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં, પાડોશી જાંબુઘોડા તાલુકાના ખેડૂતોને ખાતર આપવાની સ્પષ્ટ ના પાડી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાંબુઘોડા તાલુકાના ખેડૂતો જ્યારે ખાતર ખરીદવા બોડેલી પહોચે છે, ત્યારે વેપારીઓ દ્વવારા તેઓને ખાતર આપવામા આવતુ નથી