નાંદોદ: રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિરમાં એક બાળકી TRB જવાનને મળી આવતા તેના પરિવારને શોધીને પરત કરવામાં આવી માતા બાળકી રડી પડી.
Nandod, Narmada | Sep 29, 2025 બદામ ગામના એક મહિલા તેના બાળકી સાથે મેળામાં ફરવા આવી હતી ત્યારે બાળકી તેનાથી અલગ પડી જતા ત્યારે તે બાળકી TRB જવાનને મળતા જવાનોએ બાળકીની માતાને શોધવાની શરૂઆત કરતાં ત્યારે તેની માતા મળી આવી હતી. ત્યારે હરસિધ્ધિ માતાના મંદિરની ઓફિસ મા તેમને બોલાવ્યા હતા ત્યારે તેમની બાળકીને જોઈને તેઓ રડી પડ્યા હતા TRB હોમગાડ જવાનોએ બાળકીને માતાને શોધો સફળ રહ્યા હતા અને તેને પરત સોંપી હતી.