વેજલપુર: અમદાવાદમાં એક વકીલે કોર્ટનો બનાવટી ઓર્ડર બનાવ્યો, ગાયકવાડ હવેલી પોલીસે ખોટો ઓર્ડર બનાવી રજૂ કરનાર વકીલની ધરપકડ કરી4
અમદાવાદમાં વકીલ દ્વારા મેટ્રો કોર્ટના ખોટા ઓર્ડર બનાવવા મામલે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.. અમદાવાદ મનપાના જન્મ મરણ વિભાગમાં કોર્ટનો નકલી ઓર્ડર રજૂ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. AMCના જન્મ મરણ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવતાં ગાયકવાડ હવેલી પોલીસે નકલી ઓર્ડર બનાવનાર વકીલની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.