જામનગર શહેર: ખંભાળિયા બાયપાસ નજીકથી પવનચક્કીનો પંખો લઈને પસાર થતા ટ્રકના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમાં પણ અહીંથી અવારનવાર ખાનગી પવનચક્કીના જમ્બો પંખા લઈને ટ્રક પસાર થતા હોવાના લીધે ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતા હોય છે. આજે પણ પવનચક્કીનો પંખો લઈને ટ્રક પસાર થતા ટ્રાફિકજામ થઈ ગયું હતું.