નડિયાદ: ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન આયોજન માટે ખેડા જિલ્લા ભાજપની બેઠકમાં પ્રમુખ નયનાબેને આપી માહિતી.
Nadiad, Kheda | Oct 29, 2025 ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહના આયોજન માટે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી નડિયાદ.ગુજરાત પ્રદેશ ભાજપના  નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી 3જી નવેમ્બરે ,સોમવારે,ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્મા ખેડા જિલ્લાના વીર ભાથીજી મહારાજના ફાગવેલ ધામ અને  સંતરામ મહારાજની ભૂમિ  નડિયાદની મુલાકાત લેશે.આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ,નડિયાદની મુલાકાતે પણ તેઓ જવાના છે .