સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઇને હજરપુરા ગામે પૂર્ણાહૂતિ થઈ હતી. પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો-પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશ આપ્યો હતો.જિલ્લા અગ્રણી નીલ રાવ, અધિક નિવાસી કલેકટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી, નર્મદા સુગર ધારીખેડા અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ સહિત હોદેદારો ઉપસ્થિત હતા