પલસાણા: અંત્રોલીમાં આવેલા સ્ટોર રૂમમાં તસ્કરોનો હાથફેરો બુલેટ ટ્રેનની સાઈટ પરથી 1.74 લાખથી વધુના સ્પેરપાર્ટ્સ ચોરી થયા
Palsana, Surat | Sep 16, 2025 અંત્રોલી ગામે મામાદેવ મંદિર પાસે આવેલા ટ્રેક ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટરના સ્ટોરરૂમમાંથી કુલ ३. 1,74,770ની કિંમતના સામાનની ચોરી થઈ છે.આ ચોરી 26 જૂન, 2025ના રોજ મોડી રાત્રિથી સવારના સમય દરમિયાન થઈ હતી. ચોરી થયેલા સામાનમાં તેમની કંપની IRCON INTERNATIONAL LIMITEDના રૂપિયા 33, 732ના સ્પેરપાર્ટ્સ અને PSOLV RAILONE PRIVATE LIMITEDના રૂપિયા 1, 41, 038ના સ્પેરપાર્ટ્સનો સમાવેશ થાય છે.