શહેરના તલસઠ વિસ્તાર માંથી ચોરીની ઘટના સામે આવી છે. અહીં ધોરેદાડે ઘર આંગણેથી બાઈકની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.પાદરાના મિસ્ત્રી તલસઠ ગામે મિસ્ત્રી કામ માટે આવ્યા હતા દરમિયાન બપોરે જમવા જવા માટે ઘરની બહાર નીકળ્યા તો બાઈટ ન દેખાયુ જેથી CCTV ફૂટેજની તપાસ કરતા અજાણ્યો ઈસમ બાઈટ ચોરી કરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. ફૂટેજ માં જોઈ શકાય છે કે બપોરના સમયે એક ઇસમ ઘર પાસેથી બાઈકને ધક્કો મારી આગળ લઈ જાય છે.