દહેગામ: મીઠાનામુવાડા નજીક મેશ્વો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલ કારને પોલીસે ઝડપી પાડી: 9.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
સોમવારે સવારે 11.30 વાગ્યે રખિયાલ પોલીસને બાતમી મળી હતી કે એક નંબર વગરની કાર વિદેશી દારૂનો જથ્થો ભરી દહેગામ તરફ જનાર છે. જે બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં ઉપરોક્ત વર્ણનવાળી કાર આવતા રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ કારના ચાલકે કાર ભગાવી હતી. જે બાદ પોલીસે પીછો કરી મીઠાના મુવાડા ગામ નજીક મેશ્વો નદીના પુલ પાસે કાચા નાળિયામાંથી કારને ઝડપી પાડી હતી.