દહેગામ: દહેગામમાં યુવતીના અપહરણ કેસમાં નવો વળાંક: યુવતીનો વીડિયો વાયરલ#Apharan
ગઈકાલે દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ સોમવારે બપોરે 12 વાગ્યા મુજબ અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. અપહરણ થયેલ યુવતીનો વીડિયો વાયરલ થયેલ છે. જેમાં યુવતીએ અપહરણ થયાનો ઇનકાર કર્યો હતો અને પોતાની સ્વેચ્છાએ આવી હોવાનું જણાવી રહી છે. યુવક સાથે વિચારો ન મળતા હોવાના કારણે છૂટું થવાની યુવતી વાત કરી રહી છે. યુવતીએ સાસરિયાઓ પર આક્ષેપ પણ કર્યા હતા.