જામનગર શહેર: શ્યામ ટાઉનશીપ વિસ્તારમાં જુગાર રમતી છ મહિલા પકડાઈ
જામનગરના સિટી બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે ગુલાબ નગર નજીક આવેલી શ્યામ ટાઉનશીપ વિસ્તારના ગઈકાલે સાંજે નવરાત્રીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને ગરબા રમવાના બદલે ગંજી પાના વડે જુગાર રમતા જોવા મળી હતી. પોલીસે 6 મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી