મહુવા: મહુવા શહેરમાં પાણી પુરવઠો રહેશે અનિયમિત, નાવડા-બૂધેલ હેડવર્ક્સ ખાતે મેન્ટેનન્સ અને પાઈપલાઈન રિપેરિંગ કામગીરી શરૂ
મહુવા નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મહુવા શહેરની જનતાને જાણ કરવામાં આવે છે કે નાવડા અને બૂધેલ હેડવર્ક્સ ખાતે GETCO દ્વારા પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે તા. 23-06-2026ના રોજ સવારે 7:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી કુલ 7 કલાક માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત એન.સી.-5 પાણી પુરવઠા પાઈપલાઈનમાં લીકેજ રિપેરિંગની કામગીરી માટે તા. 23-06-2026 થી તા. 25-06