છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા પાસે આવેલ મોર્યા રેસિડેન્સી નજીક ગટરનું પાણી ઉભરાતા શોપિંગના દુકાનદારો હેરાન પરેશાન બન્યા છે.આ અંગે રજુઆત કરતા સાફ-સફાઈ કરવામાં આવે છે પરંતુ યોગ્ય સફાઈ નહીં થતા વારંવાર આ ગટર ઉભરાઈ જતા સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.અને યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ આજરોજ દુકાનદારો કરી રહ્યા છે.