આજે તા. ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ ગંગાજળીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન બાર્ટન ચોક વિસ્તારમાં આવેલી ભાઈજાન પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ દુકાન પરથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ સામગ્રી વેચાતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસે દુકાનદાર ઈકબાલભાઈ નુરમહંમદભાઈ દલાલ પાસેથી ગોગો સ્મોકિંગ સ્ટીક, ગોગો પેપર પટ્ટી તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ.૩૧૮/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી