ઉમરાળા: તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26/11/2025ના રોજ સેવાસદન ખાતે યોજાશે
મામલતદાર કચેરી દ્વારા મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ 26/11/2025 ના રોજ ઉમરાળા તાલુકા સેવા સદન ખાતે યોજાશે , અરજદારે તારીખ 10/11/2025 સુધીમાં મામલતદાર કચેરી ખાતે જે તે કચેરીમાં કરેલ અરજી સાથે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે , તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય. તે પ્રમાણે અરજી કરવાની રહેશે , કોર્ટ કેસ શરૂ હોય તેવી અરજી સ્વીકારવામાં આવશે નહિ તેવું મામલતદારની યાદીમાં જણાવ્યું હતું.