મહુવા: મહુવા શહેરમાં યુવકને લાકડાના ધોકાથી માર માર્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ મહુવાના શ્રદ્ધા સોસાયટી વિસ્તારમાં રહેતા અને ગાયત્રી મંદિર પાસે પાન-માવાની દુકાન ચલાવતા સાગરભાઈ રમેશભાઈ વાજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેઓ પોતાની દુકાને બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક ઓળખીતાને હાથ ઊંચો કરી સંકેત કર્યો હતો. આ દરમિયાન નજીકમાં ઉભેલા ભાવેશભાઈ અરજણભાઈ વાઘેલાએ આ બાબતે વાંધો ઉઠાવી બોલાચાલી શરૂ કરી હતી. આક્ષેપ મુજબ ગાળો આપવાની ના પાડતાં ભાવેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાના ધોકા વડે સાગરભાઈને હાથે