ભરૂચ: જ્યોતિનગર-2 ખાતે આયોજિત પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના જય જવાલેશ્વર મહાદેવ રીલીફ ટ્રસ્ટ દ્વારા જ્યોતિનગર - 2 ખાતે આયોજિત પાટોત્સવ નિમિત્તે "નવચંડી યજ્ઞ" માં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ઉપસ્થિત રહીને માતાજીની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા તેમજ માતાજીની અસીમ કૃપા સૌ પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી.