રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. 27 ડિસેમ્બર- 2025થી તા.2 જાન્યુઆરી-2026 સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે તા.21 ડિસેમ્બરના બાઈક રેલી યોજાઈ હતી. જેમાં રેલીના રૂટ ઉપર આવતા મંદિરો તેમજ જાહેરમાર્ગો ઉપર વિવિધ સ્થળોએ નિમંત્રણ રેલીનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.