નડિયાદ: કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોગી ફાર્મ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના — વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત નડિયાદના યોગી ફાર્મ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં 19 યુવાનોને રોજગાર પત્ર એનાયત કરાયા હતા? 22 પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવ્યા હતા અને પાંચ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.