પાદરા ખાતે પોષી પૂનમ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પાદરા ખાતે આવેલ શ્રી અંબા માતા યુવક મંડળ દ્વારા માઁ અંબેના પ્રાગટ્ય પર્વ પોષી પૂનમના પાવન અવસરે ભક્તિ, સેવા અને સંસ્કારથી પરિપૂર્ણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઇભક્તોએ ભક્તિભાવથી જોડાઈ માતાજીના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોભાયાત્રામાં સહભાગી થઈ અવસરનો લાભ લ