સાણંદ: સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી.
સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમના પાવન દિવસે સોસાયટીની બહેનો દ્વારા ભગવાન પુરુષોત્તમ રાયજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. સોસાયટીના મહિલા મંડળ અને બહેનો દ્વારા ભગવાન પુરુષોત્તમ રાયજીને રીઝવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું 31 તારીખના 10 વાગ્યે આયોજન કરાયું હતું.