સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના માર્ગોના વિકાસ કાર્યો માટે રૂ.6.41 કરોડની મંજુરી,સરકાર દ્વારા માર્ગના કામો માટે મોટી રકમની ફાળવણી
સાવરકુંડલા તાલુકાના આંકોલડા-મેકડા, ફીફાદ-ધોબા-પીપરડી અને મેકડા-ફીફાદ માર્ગ પર માઈનોર બ્રીજ, વેન્ટેડ કોઝવે તથા પ્રોટેક્શન દીવાલના કામ માટે ગુજરાત સરકારે ₹6.41 કરોડની મંજુરી આપી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.