વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થઈ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં કચ્છમાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે. ભચાઉ નજીક સવારે 7 વાગીને 46 મિનિટના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.8 ની માપવામાં આવી હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉ નજીક 9 કિલોમીટર દૂર કરમરીયા પાસે નોંધાયું હતું.