ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકમાં નોંધાયેલા રાયોટિંગ કેસમાં નાસતા આરોપી જાસીમ ઉર્ફે જાસ્મીન જાકીર શેખને પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લામાં નાસતા આરોપીઓને પકડવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાએ ખાસ અભિયાન હાથ ધરાયું હતું. પો.સ.ઈ. બી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ.હે.કો. રમેશભાઈ વાઘજીભાઈએ હ્યુમન સોર્સિસથી મળેલી બાતમી આધારે તપાસ કરી. આરોપી સાતપુલ ઓઢા, ગોધરા સ્થિત નિવાસસ્થાને હોવાની ખાતરી થતા ટીમે દરોડો પાડી તેની ધરપકડ કરી. આગળ