ગોકુલધામ,નાર ખાતે સંસ્થા દ્વારા આયોજીત લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી.જે દરમ્યાન સંસ્થાના સદગુરુ સંત મોહનદાસ સ્વામી, સુકદેવપ્રસાદ સ્વામી,વિવિધ સંપ્રદાયમાંથી પધારેલા સંતો,આણંદ જીલ્લા કલેકટર પ્રવિણભાઈ ચૌધરી તથા ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અતુલભાઈ પટેલ અને ધારાસભ્ય વિપુલભાઈ પટેલ હાજર રહ્યા હતા.કલેકટર સહીત મહાનુભૂવોના વરદ હસ્તે વિજેતા ટીમ તથા રનર્સપ ટીમને ટ્રોફી તેમજ ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.