શહેરા: શહેરા પ્રાંત કચેરી ખાતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામા યુનિટી માર્ચના આયોજન અંગે બેઠક યોજાઈ હતી
શહેરા પ્રાંત કચેરીના મીટિંગ હોલમાં પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજન કરવામાં આવનાર ‘યુનિટી માર્ચ’ અંગે માર્ગદર્શક બેઠક યોજાઈ હતી.