પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રખડતા શ્વાનનો આતંક ઢાકલીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાને એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, ઢાકલીયા ગામના રહેવાસી સુરેખાબેન બળવંતભાઈ બારીયા પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક રખડતા શ્વાને તેમના પર હુમલો કરી દીધો હતો. શ્વાને મહિલાને હાથના ભાગે ગંભીર રીતે બચકાં ભરી લેતા લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અન