વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે. આ ભારત પર્વથી અમને વૈશ્વિક ઓળખ પણ મળી છે. આવનારા સમયમાં અહીંથી અમારો વ્યવસાય વધુ વિસ્તરશે એવી આશા છે. ભારત પર્વ એ સાચે જ વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ છે. જ્યાં દરેક કલા, દરેક બોલી અને પરંપરા સાથે મળી ભારતની એકતા અને સર્જનાત્મકતાની અનોખી ઝલક આપે છે. ભારત પર્વ એ અમારા માટે હસ્તકલાની પરંપરા સાથે રોજગારી અને ગૌરવનું માધ્યમ બની છે.