રાજકોટ: કાલાવાડ રોડ પર બાંધકામ સાઈટમાં તરૂણીએ આપઘાત કર્યો, કારણ અકબંધ
Rajkot, Rajkot | Jul 2, 2024 રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર નવી બંધાતી બાંધકામ સાઈટ ના પહેલા માળે 16 વર્ષની તરુણી ફાસો ખાઈને આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે પરિવાર જનોને જાણ થતા 108 ને જાણ કરવામાં આવી હતી તેઓએ તપાસી તરુણીને મૃત જાહેર કરી હતી. તરુણીએ કયા કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી.