અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
ગત તારીખ-4 જાન્યુઆરી 2025ના રોજ ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના નર્મદા નદીના કિનારેથી તરિયા ગામ તરફ જતા માર્ગની બાજુમાંથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પોમાંથી પોલીસને વિદેશી દારૂની 4917 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 9 લાખનો દારૂ અને 3 લાખનો ટેમ્પો મળી કુલ 12.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને માટીએડ ગામના ચિંતન અકન વસાવા સહિત ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.તે દરમિયાન પોલીસે પ્રોહીબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને ઝડપી પાડ્યો હતો.