પોશીના: તાલુકાની મહિલાની 108 ટીમે સફળ પ્રસુતિ કરાવી જુડવા બાળકોને જન્મ આપ્યો
આજે બપોરે 2:00 વાગ્યે મળતી માહિતી મુજબ પોશીના તાલુકાની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ અને જુડવા બાળકો હોવાના કારણે ગંભીર પરિસ્થિતિ હોવાને લઈ 108 ની ટિમ દ્વારા મહિલાની રસ્તામાં જ સ્વસ્થ પ્રસુતિ કરાવીને જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પરિવારજનોએ 108 ની ટીમનો આભાર માન્યો હતો.