ભુજ: જીઆઈડીસીની કંપનીમાં પડી ગયા બાદ બેભાન થયેલા યુવાનનું મોત
Bhuj, Kutch | Nov 4, 2025 શહેરમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આશાપુરા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતા સમયે પડી ગયેલા 21 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ પંચમહાલના 21 વર્ષીય નટવર રતનભાઈ ડામોરનું મોત નીપજ્યું હતું.બનાવ 28 ઓક્ટોબરના બપોરે બન્યો હતો.હતભાગી યુવાન કંપનીમાં કામ કરતો હતો.એ દરમિયાન પડી જતા બેભાન થઇ ગયો હતો.ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો