તારીખ 20 /10 /2025 રાત્રિના 9:30 વાગ્યાથી તારીખ 21-10-2025 સવારના સાડા પાંચ વાગ્યા સુધી મહાનગરપાલિકા ફાયર વિભાગને દિવાળીના તહેવારના કારણે આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં નાના મોટા આગના કુલ નવ ફાયર કોલ આવ્યા હતા.આ તમામ અલગ-અલગ જગ્યાની આગની ઘટનાની કામગીરીમાં મનપા ફાયર વિભાગ માંથી ફાયર ઓફિસર દિપક ગરવા,ડીસીઓ રાજ માતંગ, ફાયરમેનમાં દીપક ધોરીયા સ્મિત પરમાર, ધીરજ કન્નર અને પ્રકાશ ઠાકોર સહિત સમગ્ર સ્ટાફ આખી રાત ખડે પગે રહીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી