સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક મુન્નાભાઈ MBBS ઝડપી પાડ્યોસુરેન્દ્રનગર SOG પોલીસે મોટી કઠેચી ગામેથી બોગસ ડોક્ટર ને ઝડપી પાડ્યો.SOG પોલીસે બાતમીના આધારે મોટી કઠેચી ગામે રહેણાક મકાનમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પ્રદીપ બિશ્વાસ ને ઝડપી લીધો. કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર બોગસ ડોક્ટર છેલ્લા દોઢ વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી સારવાર કરતો હતો.પોલીસે રૂપિયા 8548 ની એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો.