લીંબડી: ચુડા ના લાલિયાદ ગામના બે યુવાનોને સૌકા લિયાદ વચ્ચે બાઇક સાથે આંખલો અથડાતા બંને યુવાનોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા
લાલીયાદ ગામના સુનિલભાઈ લીંબાભાઇ અને અશ્વિન ભાઈ ભુરાભાઇ 30 નવેમ્બર સવારે 11 કલાકે બાઇક લઇ લીંબડી થી લાલીયાદ તરફ જઇ રહ્યા હતા. ત્યારે સૌકા લીયાદ વચ્ચે રોડ વચ્ચે એકાએક બે આંખલા ઓ ધસી આવતા બાઇક આંખલા ઓ સાથે અથડાતા બંને યુવાનો ને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમાં સુનિલ ભાઈ ને વધુ ઇજાઓ હોય વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.