રાપર: વલ્લભપુરના શિક્ષકે "પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન" માં ભાગીદારી નોંધાવી "વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સ"માં સ્થાન મેળવ્યું.
Rapar, Kutch | Nov 22, 2025 કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા વલ્લભપુરના મદદનીશ શિક્ષક શ્રી મહેશકુમાર સોલંકીને "પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન" માં ભાગીદારી નોંધાવી "વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ્સ"માં સ્થાન મેળવ્યું છે . જે બદલ ગાંધીનગર ખાતે પ્રમાણપત્ર અને પદક એનાયત કરાયા હતા. આ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદની સચિવ શ્રી પુલકીતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું હતું.