પલસાણા: સુરત માનવ સેવા સંઘ છાયડો અને ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત સીફેસ ના સૌજન્ય થી દિવ્યાંગ સહાય કેમ્પ પલસાણા ખાતે યોજાયો
Palsana, Surat | Oct 14, 2025 જરૂરિયાતમંદ 27 ગામોના 51 દિવ્યાંગોના માપ ગત 25 સપ્ટેમ્બરે લેવામાં આવ્યા હતા તે તૈયાર થયેલા સાધનોમાં 40 કુત્રિમ હાથ, પગ, 2 ટ્રાઇસિકલ, 3 વ્હીલચેર, 2 વોકર અને 2 બગલ ઘોડી મળી કુલ 51 દિવ્યાંગજનોને આજે મંગળવારે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત સીફેસ ના પ્રમુખ નીલમબેન ચૌધરી, મીનુબેન પોદ્દાર, ક્લબ સેક્રેટરી ચલથાણ સુગર ફેક્ટરી પ્રમુખ કેતનભાઈ પટેલ, સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા